તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Strict Closures On The Issue Of Heavy Pollution, Pickets, Fight Against The Enigmatic Silence Of The System Even Though The Land Has Become Barren Due To The Spread Of Dirty Water From Industrial Units.

આક્રોશ:વેગડી પ્રદૂષણ મુદ્દે સજ્જડ બંધ, ધરણાં, ઔદ્યોગિક એકમોના ફેલાતા ગંદા પાણીના લીધે જમીન બિનઉપજાઉ બની છતાં તંત્રના ભેદી મૌન સામે રણટંકાર

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપીસીબીના અધિકારીઓ અને મામલતદારને આવેદન આપી પગલાં લેવા માટે લોકોની આક્રોશપૂર્ણ રજૂઆત

ધોરાજીના વેગડી ગામે ઔદ્યોગિક વસાહતના પ્રદુષણના લીધે જમીન બિનઉપજાઉ બની જતાં ઉભા પાક પર માઠી અસર પડતાં અને પાક સુકાઇ જતાં તાજેતરમાં જ એક ખેડૂતે આપઘાત કરી લીધાના બનાવ બાદ પણ તંત્રએ એકમો સામે કોઇ પગલાં ન લેતાં લોકોએ આંદોલન છેડ્યું છે અને મંગળવારે ગામ સજ્જડ બંધ રહ્યું હતું, સાથે લોકોએ ધરણાં કરી જીપીસીબીના અધિકારી તેમજ મામલતદારને રોષપૂર્ણ આવેદન આપી આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

લોકોનો આક્રમક મિજાજ જોઇ સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને જીપીસીબીના રિજિયોનલ અધિકારી કૃષ્ણસિંહ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ વેગડી ગામે પહોંચી ગયા હતા તેમજ ગ્રામજનોની વેદના સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી, તેમજ નજીકના ભવિષ્યમાં જ ચેકિંગ અને તપાસ ઝુંબેશ આદરવામાં આવનાર હોવાનું ઉમેર્યું હતું. ગ્રામજનોએ અગાઉ જ કરેલી જાહેરાત મુજબ સવારથી બંધ પાળ્યો હતો અને તંત્રને ઢંઢોળવા ધરણા પર બેસી ગયા હતા.

આંદોલનને કિસાન સંઘના આગેવાનોએ ટેકો આપ્યો હતો.ગામના જ ભનુભાઇ કે જેમણે પાક બળી જતાં આપઘાત કરી લીધો હતો તેમના પત્ની કંચનબેને વલોપાત કરતા જણાવ્યું હતું કે અમારો ઉભો પાક બળી ગયો છે, સરકાર કશું કરતી નથી. ગામના સરપંચ પુનાભાઇ વકાતરે ઉમેર્યું હતું કે ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં સરકાર આગળ આવે અને અમને ન્યાય અપાવે. બંદોબસ્તમાં રહેલા ધોરાજી પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ પ્રદુષણના મામલે આંદોલન છેડી દીધું હતું અને જીપીસીબીના અધિકારીઓ અને મામલતદારે યોગ્ય કરવાની ખાતરી આપતાં હાલ પુરતું આંદોલન સમેટી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...