ચેકિંગ:ધોરાજી વિધાનસભા વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમનું કડક ચેકિંગ

ધોરાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ વાહનો, દસ્તાવેજો અને રોકડ હેરફેર પર બાજ નજર

ધોરાજી વિધાનસભા સીટ વિસ્તારમાં ઓબ્ઝર્વર દ્વારા સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફલાઈંગ સ્કવોડ ટીમે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ અને સમગ્ર પ્રક્રિયાની વ્યવસ્થા નિહાળવામાં આવી હતી. ધોરાજી 75 વિધાનસભાની ચૂંટણી મૂક્ત ન્યાયી ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર એક્શન પગલાં ભરવામાં આવ્યા છે જેમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ધોરાજી નાયબ કલેક્ટર જયેશભાઈ લીખીયા મામલતદાર જાડેજા સહિતના અધિકારીઓ સ્ટાફની ટીમે સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફલાઈંગ સ્કવોડ ટીમને સાથે રાખી વાહનોનું સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું.

રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડના માર્ગદર્શન તળે જેતપુર નાયબ પોલીસ વડા ડોડીયા, ધોરાજી પીઆઈ એ બી ગોહીલ, ઉપલેટા પીઆઇ જાડેજા, સહિતના પોલીસ ની ટીમે દ્વારા સંબંધીત એરીયામાં ડોમિનેશન, ફૂટ પેટોલિંગ, અટકાયતી પગલા ઓ, ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ, પોલીસ પેટ્રોલિંગ કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...