સભા સ્થળ નિરીક્ષણ:ધોરાજીમાં કાલે મોદીની જાહેરસભા સુરક્ષાને લઇ સજ્જડ બંદોબસ્ત મુકાયો

ધોરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ આઇજી, એસપી સહિતના કાફલાએ કર્યું સભા સ્થળ નિરીક્ષણ

ધોરાજીમાં આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે જેના અનુસંધાને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. બીજી તરફ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ સભા સ્થળનું નિરિક્ષણ કરી સુચનાઓ આપી હતી.

વડાપ્રધાન મોદીની ધોરાજીની સભા અન્વયે રેન્જ આઇજી યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ,જેતપુર નાયબ પોલીસ વડા ડોડીયા,ધોરાજી પીઆઇ એબી ગોહીલ ,પીઆઇ કે.કે જાડેજા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરાયું હતું અને અધિકારીઓએ સંબંધિતોને કડક સુચનાઓ આપી હતી.

મોદીની સભાને અનુલક્ષીને ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબૂએ 20 નવેમ્બરે ધોરાજીમાંનો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે. મોદીની ધોરાજી ખાતેની સંભવિત મુલાકાત અન્વયે આ આદેશો જારી કરાયા છે. સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ આદેશોમાંથી મુકિત આપવામાં આવે છે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર રહેશે. આ આદેશોનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...