તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીપેરીંગ કરવા રજૂઆત:ધોરાજીના અનેક વિસ્તારની સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં જન્માષ્ટમી તહેવારો ઉપર બંધ થયેલી સ્ટ્રીટલાઇટો રીપેરીંગ કરવા રજૂઆત કરાઈ છે. શહેરના મુખ્ય માર્ગ પરની અનેક સ્ટ્રીટલાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી છે. હવે જ્યારે તહેવારો આવી ગયા છે અને લોકો ઉજવણીના મૂડમાં છે ત્યારે અજવાળાં પાથરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.

ધોરાજી માં તહેવારો દરમિયાન શહેરમાં સ્ટ્રીટલાઇટો બંધ થતાં અંધારપટ છવાઈ જતા શહેર ભાજપ મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરાએ તંત્ર વાહકોને રજૂઆત કરીને બંધ થયેલી સ્ટ્રીટલાઇટો રીપેરીંગ કરવા રજૂઆત કરાઈ છે.

ધોરાજીના હિરપરાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં જન્માષ્ટમી તહેવાર ચાલી રહ્યા હોય ત્યારે ધોરાજી શહેરના મુખ્ય ગણાતા જેતપુર રોડ જમનાવડ રોડ જુનાગઢ રોડ હીરપરા વાડી મેઇન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટબંધ હોવાને કારણે અંધારપટ છવાઇ ગયો છે જે અંગે જન્માષ્ટમી તહેવાર દરમિયાન તાત્કાલિક ધોરાજી નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કરે તેવી રજૂઆત કરાઈ છે.તેમજ પાલિકા દરેક વિસ્તારમાંથી ખાતર કચરો તાત્કાલિક ઉપાડી શહેરને સ્વચ્છ રાખવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...