વીજ મહોત્સવ:વીજઉત્પાદન, સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે રાજ્ય અગ્રેસર : ધારાસભ્ય રાદડિયા

ધોરાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજી લેઉવા પટેલ ભવનમાં વીજ મહોત્સવ

ધોરાજીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ-ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા ઉજ્જવળ ભારત ઉજ્જવળ ભવિષ્ય વીજ મહોત્સવ 2022 ધોરાજી સ્થિત લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો.

વીજ ઉત્પાદન અને વપરાશમાં થયેલ વિકાસ અને આગામી વર્ષ 2047 સુધીમાં અપેક્ષિત આયોજન અંતર્ગત ધોરાજી ખાતે આયોજિત વીજ મહોત્સવ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા એ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વીજળીના યોગ્ય અને કરકસરયુકત ઉત્પાદનમાં ખૂબ સહયોગી બન્યા છે અને લોકો આજે વીજળીને યોગ્ય પ્રમાણમાં વપરાશ કરતા પણ થયા છે. સરકાર દ્વારા વીજ ઉત્પાદન માટે ના નક્કર આયોજન થી ગુજરાત રાજ્ય વીજ વપરાશ - ઉત્પાદન તેમજ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે.

આમ સરકાર ઊર્જા વિકાસમાં અગ્રેસર કામગીરી કરી લોકો ને અવિરત વીજ પુરવઠો આપી રહ્યું છે. કાર્યક્રમમાં પાવર ગ્રીડ ભારતના મેનેજર સતીશકુમાર અતરામે જણાવ્યું હતું કે વીજ ઉત્પાદનની ક્ષમતા 2014માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે.

આ તકે તેએાએ ભારત સરકાર દ્વારા ઊર્જા વિકાસના વિવિધ કાર્યો અંગે વિસ્તૃત વિગતો આપી હતી. કાર્યપાલક ઇજનેર એમ જે લાલકીયાએ જણાવ્યું કે તાલુકામાં ગત વર્ષ દરમિયાન ધોરાજી વિભાગીય કચેરી દ્વારા ઝુંપડપટ્ટી યોજના હેઠળ કુલ 231 વીજ કનેકશનો ખાસ યોજના હેઠળ કુલ 102 વીજ કનેકશનો તથા ખેતીવાડીના કુલ 546 વીજ કનેકશનો આપવામાં આવ્યા છે. કાર્યક્રમમાં મનીષ ચાંગેલા, નીતાબેન ચાવડા , હરસુખ ટોપિયા, વી ડી પટેલ, યાર્ડના ચેરમેન હરકિશન માવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...