ધરપકડ:ધોરાજીમાં નશાકારક સીરપના જથ્થા સાથે એસઓજીએ એક શખ્સની ધરપકડ કરી

ધોરાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂરલ એસઓજી પોલીસની ટીમે સીરપ સહિત રૂ. 31260નો મુદ્દામાલ કબજે લીધો

ધોરાજીમાં રૂરલ એસઓજી પોલીસની ટીમે રૂ. 31,260ના નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટ જિલ્લા પોલીસે વડા બલરામ મીનાના માર્ગદર્શન તળે રાજકોટ રૂરલ પોલીસની એસઓજી ટીમના પીઆઈ ગોહીલ, પીએસઆઇ રાણા,એએસઆઇ વિજયભાઇ ચાવડા, પરવેઝભાઇ સમા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડીને સીરપના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે એસઓજી પોલીસ ટીમે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલ કોવિડ મહામારી અનુસંધાને આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ ચાલી રહેલા ગેરકાયદેસર નશાકારક પ્રવાહી સીરપનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનામાં સીરપનું વેચાણ કરનાર સફી સલીમભાઇ ઉ.વ. 25 ને ઝડપી લઇ જુદા-જુદા પ્રકારનું નશાકારક પ્રવાહી સીરપ નંગ 258 કિં.રૂા.31260નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.આ ગુનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...