તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધોરાજીના ઝાંઝમેર ગામમાંથી સાત શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધોરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શખ્સો પાસેથી 40,000નો મુદ્દામાલ કબજે
 • મૂળ આરોપીને ઝડપી લેવા પોલીસની તજવીજ

ધોરાજીના ઝાંઝમેરે પોલીસે સાત શખ્સને જૂગાર રમતાં ઝડપી લઇને તેમની પાસેથી રૂ 40 હજારનો મુદામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા, જેતપુર ડિવિઝનના એ. એસ. પી સાગર બાગમારની સૂચનાથી પ્રોહિબિશન, જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલી હોય જે અન્વયે પોલીસ સ્ટેશનના પો. ઇન્સ એચ. એ. જાડેજાને મળેલ બાતમીના આધારે ગામની સીમમા આવેલી જમનભાઇ કલ્યાણભાઇ પટેલની વાડી પાસે વોકળામાં સાત ઇસમો ગંજીપતા વતી પૈસાની લેતીદેતી કરી તીન પતીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં (1) જમનભાઇ કલ્યાણભાઇ પટેલ ઉ 70 (3) ગોરધનભાઇ ગોપાલભાઇ પટેલ ઉવ 70 (૩) લીલુભા હોથીભા ઉ 68.(4) ભુપતભાઇ વીઠલભાઇ પટેલ ઉ.60 રહે.ઝાંઝમેર (5) મગનભાઇ માવજીભાઇ પટેલ ઉ.61 (6) કીશોરસિહ નારૂભાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂ 40 હજારના મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનાનો આરોપી લાલુભા પથુભાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ દરોડાની કાર્યવાહીમાં ધોરાજી પીઆઇ હકુમતસિંહ જાડેજા, રમેશભાઇ બોદર,પો.હેડ કોન્સ રવજીભાઇ હાપલીયા, પો.હેડ કોન્સ રવિરાજસિહ જાડેજા, પો.કોન્સ. પ્રદિપસિહ ચુડાસમા પો.કો નાશીરભાઇ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો