સમસ્યા:ફોફળ 1 જળાશય માટે 83 કરોડના કામને સીએમની મંજૂરીની મહોર

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોફળ 1 જળાશય માટે 83 કરોડના કામને સીએમની મંજૂરીની મહોર
  • જામકંડોરણા, ધોરાજીના બાવન ગામના લોકોને પીવાના પાણીનો લાભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ધોરાજી અને તેની આસપાસના વિસ્તારોના ગામોને પીવાના પાણીની અને સિંચાઇની કાયમી સુવિધાઓ આપવાના ભાવ સાથે ફોફળ-૧ જળાશય માટે ૮૩ કરોડ રૂપિયાની પાઇપ લાઇનના કામોને મંજૂરી આપી છે. તેમણે પાઇપ લાઇન લંબાવવા માટેના કામોને મંજૂરી આપી છે તેના પરિણામે ફોફળ-૧ ડેમમાં પાણી સરળતાએ મળતું થશે અને ૮ ગામોના ૧૦ હજાર એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે. એટલું જ નહિ, જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની ૧ લાખ ૮૦ હજાર જનસંખ્યાને પીવાનું પાણી મળશે. મુખ્યમંત્રી સમક્ષ આ વિસ્તારના જનપ્રતિનિધિ અને અન્ન નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ ફોફળ-ર જળાશયની નીચેના વિસ્તારની પાઇપ લાઇનની લંબાઇ વધારીને ફોફળ-૧ જળાશયમાં પાણી ભરવાની કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપી આ ૮૩ કરોડ રૂપિયાની આ યોજના મંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...