વાહનચાલકો પરેશાન:ધોરાજીમાં રોડ બન્યા ખાડાથી સુશોભિત

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના માર્ગો પર ડામર તો શોધ્યો મળતો નથી ખાડા અપરમપાર. - Divya Bhaskar
શહેરના માર્ગો પર ડામર તો શોધ્યો મળતો નથી ખાડા અપરમપાર.
  • વરસાદ રહી ગયા પછી પણ ખાડાઓમાં પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો પરેશાન

ધોરાજી શહેરના મોટાભાગના રસ્તાઓ અત્યંત બીસ્માર બની ગયા છે અને વરસાદ રહી ગયા પછી પણ દિવસો સુધી ખાડાઓ પાણીથી ભરાયેલા રહેતા હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ છવાયો છે. આથી તાકીદે રસ્તા રીપેર કરવા માટે માગ ઉઠી છે.

ધોરાજીના રોડ, રસ્તા મામલે આંદોલન થયાં પરંતુ રસ્તા સરખા થયા નહીં જે બાબતે લોકોમાં પણ રંજ રહી ગયો છે. તંત્ર વાહકો દ્વારા બિસ્માર બનેલા રોડ રસ્તાને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા ની લોક માંગ ઉઠી છે. શહેર ના નવા બનેલ રોડ રસ્તા બિસ્માર બની જતાં નબળા કામ મામલે ફરિયાદો ઉઠી છે.

ધોરાજીના ત્રણ દરવાજાથી નદી બજાર ત્યાંથી માધવ ગૌશાળા ખાડીયા વિસ્તારથી અવેડા ચોક તેમજ શહેરના વિવિધ માર્ગોમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે તેમજ પોસ્ટ ઓફિસ ચોકથી હોકળા કાંઠા વગેરે વિસ્તારોના રસ્તાઓ બિસ્માર હાલતમાં પ્રથમ ચોમાસામાં જ થઈ ગયા છે. આ રસ્તા પરથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.

આ અંગે ધોરાજીના શહેર ભાજપના વિઠલભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ ચાલવા લાયક રહ્યા નથી. ઉપપ્રમુખ ઇમ્તિયાઝ ભાઈ પોઠીયાલાએ રોડ રસ્તા બાબતે જણાવ્યું હતું કે હાલમાં જે બિસ્માર બનેલ રોડ રસ્તા મામલે લાગતી વળગતી એજન્સીઓને નોટિસો આપી છે. રીપેરીંગ કામગીરી શરૂ કરવાની તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...