તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ધોરાજીમાં મર્ડર કેસના સાક્ષીને ધમકી દેવાનું નિવૃત્ત પોલીસ કર્મીને ભારે પડ્યું

ધોરાજી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમાધાન માટે દબાણ, ફરિયાદીએ કોર્ટમાં અરજી કરતાં પોલીસ તપાસના આદેશ

ધોરાજીમાં મર્ડર કેસના સાક્ષીને ધમકાવવાનું નિવૃત્ત પોલીસ કર્મચારીને ભારે પડી ગયુ, કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ ની માહીતી આપતા સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં 15 ફેબ્રુઆરી 2021ના રોજ ફઝલ મર્ડર કેસના આરોપીની જામીન અરજી પર સુનાવણી હતી. આ સુનાવણી વખતે ફરિયાદી જન્નતબેન રફિકભાઈ સમાએ જણાવ્યુ હતુ કે આરોપીએ ક્રૂર રીતે યુવાનને મારી નાખ્યો હતો. તથા તેના પર ઉકળતું પાણી રેડી અને મૃતદેહને વિકૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જે અંગે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યુ હતું. આ સમયગાળા દરમિયાન આરોપી અલીના મામા સુલતાનભાઇ ઉમરભાઈ ધોરાજી કોર્ટમાં આવેલા તેઓ અગાઉ પોલીસ ખાતામાં નોકરી કરતા હોય આગવી ઢબે ફરિયાદી જીન્નતબેનને કહેવા લાગ્યા આ કેસમાં સમાધાન કરી લો નહીંતર સારું નહીં થાય. આ અંગે ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફતે તુરત જ ધોરાજીના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખને જાણ કરી અને તેઓએ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર શર્માને લેખિતમાં અરજી આપી અને ખૂન કેસના સાક્ષીને સમાધાન માટે આરોપી પક્ષ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે આવી અરજી આપી હતી.

જે અરજી અન્વયે તાત્કાલિક જજે ધોરાજી પી.આઈ હકુમતસિંહ જાડેજાને તપાસ કરવાનો આદેશ કર્યો છે. જે અન્વયે ધોરાજી પીઆઇએ તપાસ કરતાં આરોપી સુલતાનભાઇ ઉમરભાઈ (રહે જુનાગઢ વાળા) પર ભારતીય દંડ સંહિતા કલમ 195-a મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ આરોપી તરફથી કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી તે જામીન અરજીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ઠરાવ્યું હતુ કે આરોપી સામે આક્ષેપિત ગુનાની પ્રકૃતિ અને તેમણે ગંભીર ગુનો વધુ ઇરાદાથી કર્યો હોવાનું પ્રથમ દર્શનીય રીતે સ્પષ્ટ છે.

આવા સંજોગોમાં તેમને જામીન ઉપર છોડવામાં આવે તો સમાજ પર અને કેસ પર વિપરીત અસર થાય તેમ છે અને ફરિયાદ પક્ષના કેસનો હાર્દ નિષ્ફળ જાય તેમ છે. આવા સંજોગોમાં ગુનાના આક્ષેપોની સામાજિક કાયદાકીય પરિસ્થિતિને ધ્યાને લઇ અને સમાજમાં કાયદાનું શાસન સ્થપાઇ તે માટે જામીન અરજી રદ્દ કરવી જરૂરી છે. તેમ ઠરાવી અને જામીન ના મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો