તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસંતોષ:ધોરાજીમાં કોવિડ કર્મીઓના બાકી પગાર મુદ્દે રજૂઆત

ધોરાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસનો પગાર બાકી હોવાથી અસંતોષ

ધોરાજી સરકારી હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફરજ બજાવતા પેશન્ટ એટેન્ડન્ટ કર્મીઓનો બે માસનો બાકી પગાર ચૂકવવા મામલે અધિક્ષક તથા ધારાસભ્યને રજૂઆત કરાઈ છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોરોના કાળમાં પેશન્ટ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અંદાજે વીસ થી વધારે કર્મીઓનો બે માસનો પગાર બાકી રહેતા હોસ્પિટલનાં અધિક્ષક અને ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બે માસનો પગાર જલદીથી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

મે અને જૂન મહિનામાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોવીડ વિભાગમાં પેશન્ટ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા 20 જેટલા કર્મચારીઓને પગાર નહીં મળતા આ કર્મીઓએ ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર જયેશભાઇ વેસ્ટીયન, ધોરાજી પ્રાંત અધિકારી અને ધારાસભ્ય લલીતભાઈ વસોયા ને આવેદનપત્ર પાઠવી પોતાના બાકી રહેતા પગારના ચૂકવણા માટે માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...