તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સૌરાષ્ટ્ર-કચ્છની આઠ પાલિકા માટે ફાયરબ્રિગેડમાં ભરતીમેળો યોજાયો

ધોરાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે 358 યુવા ઉમેદવારો ઊમટ્યા

ધોરાજી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની આઠ નગરપાલિકા માટે ફાયર બ્રિગેડની મહેકમ ભરતી વિકલ્પ મેળો યોજાયો હતો, જેમાં 358 જેટલા યુવા ઉમેદવારો ઉમટયા હતા. રાજકોટની સોરાષ્ટ કચ્છ વિભાગની પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરી દ્વારા ફાયર બ્રિગેડની મહેકમ ભરતી વિકલ્પ મેળામાં 358 જેટલા યુવાનો નોકરીની અપેક્ષાએ ઉપસ્થિત રહ્યા હતા.

સોરાષ્ટ કરછ પ્રાદેશિક નગરપાલિકા રાજકોટના અધિક કલેકટર એમ.એચ ચૌધરી એ જણાવ્યું હતું કે આઠ નગરપાલિકા જેમાં ભુજ, કાલાવડ પોરબંદર, ગોંડલ, મોરબી, હળવદ, ખંભાળિયા, માળીયા મીયાણા, નગરપાલિકામાં ફાયર સેફટી ડ્રાઇવર વિગેરે મહેકમની કર્મચારીઓના યોજાયેલા ભરતીમેળા બાદ જે કર્મચારીઓનું સિલેક્શન થયું હતું.

એ કર્મચારીઓએ એક કરતાં વધુ પાલિકામાં અરજી ફોર્મ ભર્યા હોય, પોતાની ઉમેદવારી અલગ-અલગ પાલિકામાં થતી હોય જેથી તેમનો સમય બગડે નોકરીમાં જોડાયા પછી અન્ય જગ્યાએ નોકરી મળી હોય તો ત્યાં તેમણે રાજીનામું આપવું પડે એ જ સમયગાળો જોતા છ મહિના જેવો સમય એમનો પણ આપવો પડતો હોય, ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ નગરપાલિકાને એક સાથે ભરતી મેળો યોજવામાંઆવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...