કાર્યવાહી:ધોરાજીમાં સિંચાઈ માટે પાણી આપવાની તજવીજ

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇ માટેના ફોર્મ ભરાવાનું શરૂ

ધોરાજી ભાદર ડેમ -1 કમાન્ડ એરિયાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈ માટે પાણી આપવા ની તજવીજ હાથ ધરાઈ છે, અને સિંચાઈ માટેના ફોર્મ ભરવાનું શરૂ કરાયું છે. ભાદર ડેમ-1 કમાન્ડ એરીયાના ધોરાજીના જાગૃત ખેડૂતો દ્વારા ભાદર એક કેનાલની જાત સફાઈ અને પાણી વહેલું છોડવાની રજૂઆતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમા પ્રસિધ્ધ થતાં તંત્ર વાહકોમાં ઉચ્ચ કક્ષાએ પડઘા પડતાં તંત્ર વાહકો દ્વારા ભાદર ડેમ-1 નૂ પાણી સિંચાઈ માટે આપવા તંત્ર વાહકો દ્વારા તજવીજ હાથ ધરાઈ રહી છે. આ અંગે ધોરાજીના ખેડૂત પંકજ ભાઈ હિરપરા સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે દર વર્ષે 15 જાન્યુઆરી આસપાસ સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે.

ત્યારે રવિપાકની સિઝન અડધા અંતરે હોય છે. હાલ સિંચાઈ વિભાગ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા ભાદરડેમ -1 નું પાણી સિંચાઈ માટે આપવા તેયારીઓ હાથ ધરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...