નવું સાહસ:ધોરાજીના નાની વાવડી ગામે પ્રગતિશીલ ખેડૂતે 10 વીઘામાં લીલી હળદરનું વાવેતર કરી નોંધપાત્ર ઉત્પાદન મેળવ્યું

ધોરાજી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનિક હળદર ઉગાડી​​​​​​​

લોકો પણ ધીમે ધીમે ઓર્ગેનિક ઉત્પાદનનું મહત્વ અને ઉપયોગિતા સ્વીકારતા થયા છે અને શુધ્ધ પાક માગતા થયા છે ત્યારે ધોરાજીના નાની વાવડી ગામે ખેડૂતે આ વર્ષે એક નવું સાહસ કરીને પોતાના દશ વીઘાના ખેતરમાં લીલી હળદર વાવવાનુ સાહસ કર્યું અને ધાર્યું પરિણામ પણ હાંસલ કર્યું હતું.

નાની વાવડી ગામના ખેડૂત નિલેશભાઈ કણસાગરા તથા ભગવાનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે જયારે પ્રાકૃતિક ખેતી વિશે જાણ્યું ત્યારે અમને વિચાર આવ્યો કે અા રસ્તે ઉત્પાદન લેવા જેવું ખરું. ઓર્ગેનિક અને લીલી હળદરના ઉત્પાદનથી લોકોને શુધ્ધ વસ્તુ મળે છે . બીજી તરફ સામાન્ય રીતે બજારમાં મળતી ઘણીખરી હળદર રાસાયણીક ખાતર દ્વારા તૈયાર થતી હોય છે જેના કારણે લોકોને શુધ્ધ અને ચોખ્ખી વસ્તુઓ નથી મળતી ત્યારે સ્વાસ્થ્યમાં વધુ ગુણકારી અને ચોખ્ખો માલ મળી રહે તે માટે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું સાહસ કરવા જેવું ખરું.

નાની વાવડી ગામના ખેડૂત વિજયભાઇ જાદવભાઇના ખેતરમાં કરવામાં આવેલું આ ખુબ જ સાહસ સરાહનીય છે કારણ કે આર્યુવેદિક ઔષધોમાં હળદર અને રોગોમાં ગુણકારી હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબીત થઇ ચૂક્યું છે. જેમાં શરદી, કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોના કાળના સમયમાં ઉકાળામાં ખુબ જ ઉપયોગમાં લેવામાં આવી છે અને હજુ પણ તેમનો ઉપયોગ થતો માલુમ પડે છે. આ પ્રકારની હળદર આમ તો જોઇએ તો રસોઇમાં મોટેભાગે વપરાતા મસાલામાં હળદર, રસોઇને સ્વાદિષ્ટ અંગે રંગ આપવામાં મદદરૂપ બને છે.]

આ અંગે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ગુણકારી હળદર સ્થાનિક લોકોને અહીં જ મળી જાય અને ખેડૂતોને પણ તેની નિકાસ કરવા ન જવું પડે તે માટે આ પહેલ કરવામાં આવી છે. આ પ્રકારની લીલી હળદરના વાવેતરમાં 10 વિઘાના વાવેતરમાં અંદાજીત 70 હજારનું બિયારણની જરૂર પડી હતી અને સાથે વિઘે રૂપિયા 3 હજારનું ખાતર જોઇએ છે, અને થોડો મજૂરી ખર્ચ પણ થાય છે. આ લીલી હળદરની માંગ બજારમાં શિયાળામાં નીકળે છે અને વેચાણ ભાવ કિલોના રૂા. 30 થી લઇને 50 સુધી ભાવ મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...