રજૂઆત:ધોરાજી હિરપરા વાડી વિસ્તારમાં રસ્તા પર દબાણ મામલે રજૂઆત

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરોમાંથી વહેતું પાણી સોસાયટી વિસ્તારોમાં ફેલાય છે

ધોરાજીના હીરપરા વાડી વિસ્તારમાં રાજ લક્ષ્મી પાર્ક નજીક ગ્રામ્ય વિસ્તાર તરફ જવાના 10 મીટરથી વધુ પહોળા રસ્તા પર ગેરકાયદે બાંધકામ અને ખોટી રીતે પેશકદમી થઈ હોવાની ધોરાજીના એડવોકેટ સી એસ પટેલ દ્વારા ધોરાજી પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. લેખિત ફરિયાદમાં ફરિયાદી ચંદુભાઈ પટેલે જણાવ્યું હતું કે ધોરાજીના રાજ લક્ષ્મી પાર્ક પાસે વૈષ્ણવભાઈ દ્રારા આ વિસ્તારમાં પોતાના કુટુંબીજનો માટે રહેણાક હેતુના પ્લોટ ખરીદ્યા હતા.

જ્યાં સર ભગવતસિંહજી સમયથી ગ્રામ્ય વિસ્તાર તરફ જવાનો અને ખેડૂતોને પોતાના ખેતર જવાનું ગ્રામ્ય માર્ગ જે 10 મીટરથી પણ વધારે પહોળો હતો જે જગ્યા પર ગ્રામ્ય રસ્તા પર દબાણ કરી પેશકદમી કરી લેવાથી ખેતરોમાંથી વહેતું પાણી બુગદામાં ભળવાને બદલે સોસાયટી વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. જેને કારણે સોસાયટીઓમાં ઘરોની અંદર બે-અઢી ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. સમગ્ર સોસાયટીના રસ્તાઓ પાણીથી ભરાઇ જાય છે ઘરોમાં પાણી ભરાઇ જાય છે.

વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે ઠેરઠેર ગંદા પાણી ભરાઇ રહે છે જેને કારણે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. જાહેર માર્ગ પરનું દબાણ જે તે ઇસમો દ્વારા કરવામાં આવ્યું હોય તેની સામે ગુનાહિત કૃત્ય બદલ ફોજદારી ફરિયાદ નોંધવા, દબાણ દૂર કરવા પોલીસ મથકે લેખિત ફરિયાદ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...