તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધોરાજીમાં જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારી શરૂ, હિન્દુ સંસ્થામાં ઉત્સાહ

ધોરાજી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી મંદિરેથી સવારે 8 કલાકે પ્રસ્થાન થઇ પંચનાથ મંદિરે યાત્રા પૂર્ણ થશે

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા સરકારના કોવિડ ગાઇડ લાઇન્સ અનુસાર જન્માષ્ટમી શોભાયાત્રાની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભક્ત તેજાબાપાની જગ્યા ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવા બેઠક બોલાવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના મંત્રી પ્રફુલભાઈ જાની ,માધવ ગૌશાળાના પ્રમુખ ભુપતભાઈ કોયાણી, દલસૂખભાઈ વાગડીયા, મનીષભાઈ સોલંકી, આર.કે કોયાણી, સુરેશભાઈ વઘાસિયા વિગેરે હિન્દુ સમાજના અગ્રણીની હાજરીમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આગેવાનોએ સૂર પુરાવતા જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં જન્માષ્ટમી શોભાયાત્રા છેલ્લા બે વર્ષથી બંધ હતી, જે રાજ્ય સરકારની છૂટ મળતા શોભાયાત્રા કાઢવાની સરકારે મંજૂરી આપતા શોભાયાત્રા જન્માષ્ટમી સોમવારે સવારે આઠ વાગ્યે બહુચરાજી મંદિર ખાતેથી પ્રારંભ થશે અને પરંપરાગત રૂટ ઉપર ફરી 11:00 પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે જેમાં દરેક હિંન્દૂભાઈઓ એ શોભાયાત્રામાં સામેલ થવાની બદલે દર્શન કરવાનો આગ્રહ રાખવો અને આ ધાર્મિક કાર્યક્રમ સરકારના નિયમ પ્રમાણે જ 200 થી વધારે લોકો સામેલ થશે નહિં જેથી શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના આયોજકો તેમજ વિવિધ સંસ્થાઓ ફ્લોટ જે નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ જેમને મંજૂરી આપી હશે તે મુજબ શોભાયાત્રામાં પોતાના ફ્લોટ સંસ્થાએ ગ્રુપ મર્યાદિત સંખ્યામાં ધ્યાનમાં રાખી જોડાઈ શકશે.

તે અંગે વિશ્વ હિન્દુ પરિષદની પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને શોભાયાત્રામાં માત્રને માત્ર સરકારના નિયમ પ્રમાણે નીકળશે. જેથી ધોરાજીની જનતાઅે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે અંગે તડામાર તૈયારીનો પ્રારંભ કરી દીધો છે, અને કોરોના હળવો થતાં મળેલી આંશિક છૂટના લીધે ઉત્સાહ બેવડાયો છે.

અન્ય સમાચારો પણ છે...