રાજકોટ / ધોરાજીના આંબલી કૂવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ

Police patrolling in Ambli Kuva area of Dhoraji
X
Police patrolling in Ambli Kuva area of Dhoraji

  • શહેરમાંથી બીજો કેસ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

ધોરાજી. કંસારા ચોક આંબલી કુવા વિસ્તારમાં કોરોના નો બીજો કેસ પોઝિટિવ આવતા જિલ્લા પોલીસ વડા,જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.  ધોરાજીના કંસારા ચોક આંબલી કૂવા વિસ્તારમાં અમદાવાદથી આવેલા પટેલ જીતેન્દ્ર બાબરીયા 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહ્યા બાદ કોરોના પોઝિટિવ આવતા તંત્ર વાહકોમાં દોડધામ મચી હતી.  આ વિસ્તારને સીલ કરીને  અંદર રસ્તા બ્લોક કરી તમામ પરિવારને હોમ કોરોન્ટાઇન કરાયા છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ધોરાજી દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ધોરાજી 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી