તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહેંચણી:ધોરાજીમાં પોલીસે માસ્ક અને ચશ્માંનું વિતરણ કર્યું, ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ

ધોરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ધોરાજી પોલીસે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી હતી. જેના ભાગરૂપે પોલીસે ડ્રાઇવરોને ગુલાબનું ફૂલ આપી કાયદો સમજાવ્યો હતો. ધોરાજીમાં લાયસન્સ, પી.યૂ.સી અને હેલ્મેટ ન પહેરનાર સહિતનાઓ કાયદાઓનું ઉલ્લંધન કરી શહેરમાં જે પ્રકારે વાહનો ચલાવી રહ્યા છે તેની સામે સરકારનો આકરો દંડ છે. જે બાબતે ધોરાજીના ગેલેકસી ચોક ખાતે લોકોને જાગૃતિ લાવવા માટે ટ્રાફિક સપ્તાહ જનજાગૃતિ અભિયાનની પત્રિકાનું વિતરણ કર્યું હતું અને બાઇક ચાલક, રીક્ષા ચાલક, કાર ચાલક અને ટ્રાવેલ્સ બસના ચાલકને બોલાવી ગુલાબનું ફૂલ આપીને કાયદો સમજાવ્યો હતો અને જણાવ્યુ કે આપનું વાહન નિયમ અનુસાર ડોક્યુમેન્ટ સાથે રાખી શહેરમાં તેમજ અન્ય માર્ગો પર ચલાવવાનું રહેશે.

પોલીસે સરકારી હોસ્પિટલના અધીક્ષક ડો.જયેશ વસેટીયન, ડો.શેખાવત ઈકબાલભાઈ માલવિયાને સાથે રાખી ડ્રાઈવરો અને સિનિયર સિટીઝનોના આંખના નંબર ચેક કર્યા હતા અને વિનામુલ્યે ચશ્માનું વિતરણ કર્યું હતું તેમજ શહેરમાં નિકળતા વિદ્યાર્થીઓને તેમજ યુવાનોને વિનામુલ્યે માસ્ક પણ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રમણીકભાઈ ટોપિયા, કિશોરભાઈ રાઠોડ, ધીરુભાઈ કોયાણી સહિતના અગ્રણીઓનું સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રાફિક હેડ દેવશીભાઈ બોરીચા, યુવરાજસિંહ જાડેજા સહિતના પોલીસે સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો