ધોરાજી પોલીસે વચગાળાના જામીન ઉપર થી ફરાર થયેલ આરોપીને ઝડપ્યો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા જેતપુર ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વચગાળાના જામીન તથા પેરોલ જંપ કરીને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલી હોઇ જે અન્વયે મધ્યસ્થ જેલ રાજકોટના કાચા કામના આરોપી આઇ.પી.સી.કલમ ૪૮૯ (ક) (ગ) (ઘ) ૧૨૪ ના કાચા કામનો આરોપી કપીલ ઉર્ફે ટીનો દયાલભાઇ ઉ.વ.૩૦ રહે.જેતપુર બાવાવાળાપરા લક્ષ્મી એપાર્ટમેન્ટ વાળો વચગાળાના જામીન પર હોઇ જે ને તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હતું.
હાજર થયેલ ન હોઇ આરોપી ફરાર થયો હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી એવામાં પોલીસને બાતમી મળી હતી કે તે ધોરાજી ખાતે આવ્યો છે અને પાવર હાઉસ પાસે ઉભો છે, જેથી પોલીસ તાબડતોબ ત્યાં ધસી ગઇ હતી અને આરોપી કપીલ ઉર્ફે ટીનો દયાલભાઇ નીમાવતને પકડી લઇ હસ્તગત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.