તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યને હાનિકારક પ્રવૃત્તિ:ધોરાજીમાં પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગકારોનો નિયમ ભંગ, જાહેરમાં સળગાવી રહ્યા છે કારખાનાનો કચરો

ધોરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જાહેરમાં પ્લાસ્ટિક સળગાવાતા પ્રદુષણમાં વધારો. - Divya Bhaskar
જાહેરમાં પ્લાસ્ટિક સળગાવાતા પ્રદુષણમાં વધારો.
 • બિનઉપયોગી પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકી દેવાતાં અને બાળી નખાતા ભયંકર પ્રદૂષણનો ફેલાવો

ધોરાજીમાં પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગકારો દ્વારા જાહેરમાં વેસ્ટ સળગાવાતાં ગંભીર પ્રદૂષણ ફેલાઇ રહ્યું હોઇ, સ્થાનિકોએ આ ઉદ્યોગકારો સામે પગલા ભરવા રજૂઆતો કરી છે. ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા ફેલાવાતું હવા અને પ્લાસ્ટિકનું પ્રદુષણથી લોકોની હેરાનગતિ વધવા સાથે આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. આ ઉદ્યોગકારો ધોરાજીમાં વધારાના અને જે ઉપયોગમાં ન આવે તેવા પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકીને શહેર ની ગંદકી માં વધારો કરી રહ્યા છે, તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે.

જેમાં ઉદ્યોગકારો બિન ઉપયોગી પ્લાસ્ટિક વેસ્ટને ગમે ત્યાં ફેંકવા સાથે બાળી રહ્યા છે, પ્લાસ્ટિક બળતા તેમાંથી ખરાબ વાયુ નીકળે છે, જેમાં કાર્બન મોનોક્સાઈડ, ક્લોરોફ્લોરો કાર્બન જેવા ઝેરી વાયુ નીકળી ને ધોરાજી અને આસપાસની હવાને પ્રદુષિત કર્યા કરે છે, જે બિન ઉપયોગી પ્લાસ્ટિક વેસ્ટના કણો ખેતરોમાં પણ ફેલાઈ રહ્યા હોવાની ફરીયાદ ઉઠી છે.

આગેવાનો અને ધારાસભ્યનું ભેદી મૌન
ધોરાજીના નાગરિકો એવો સવાલ કરી રહ્યા છે કે જેમ જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા પાણ નું પોલ્યુશન ફેલાવવામાં આવે છે, તેમના પર પોલ્યુશન બોર્ડ કાર્યવાહી કરે છે, કલોઝર નોટિસ પણ આપે છે પરંતુ ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો દ્વારા ફેલાવવામાં આવતા પોલ્યુશન બાબતે અધિકારીઓ કેમ ભેદી મોન સેવી રહ્યા છે? અને ધારાસભ્યએ પણ આગળ આવવું જોઇએ.

સ્થળ તપાસ કરી પગલાં લઇશું
ધોરાજી માં બેફામ પણે વધી રહેલ વાયુ પ્રદુષણ ને લઈ ને લોકો પરેશાન છે પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા ફેલાવવા માં આવતા આ પ્રદુષણ બાબતે અનેક રજૂઆતો પણ થઇ ચુકી છે. જાહેરમાં વેસ્ટ સળગી રહ્યું છે એ હકીકત છે. તાબડતોબ સ્થળ તપાસ હાથ ધરાશે અને જરૂર જણાશે તો પગલાં લેવાશે. - આર.બી. સોલંકી , પ્રદુષણ નિયઁત્રણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો