ખેડૂતોમાં આનંદ:ધોરાજીમાં મગફળી સહિતનું વાવેતર વધશે, ખેડૂતોએ તૈયારી આરંભી

ધોરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ સોળ આની રહેવાનો​​​​​​​ વરતારો
  • ભાદર-ફોફળમાંથી પાણી છોડાતાં કિસાનોએે આગોતરી વાવણી કરી

ચોમાસુ સોળ આની રહેવાના હવામાન ખાતાના વરતારાથી ધોરાજી જામકંડોરણા પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે અને કિસાનોએ વાવેતરની આગોતરી તૈયારી આરંભી દીધી છે. મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર વધશે તેવો અંદાજ મંડાઇ રહ્યો છે. બીજી તરફ ભાદર 1, ભાદર 2 અને ફોફળ ડેમમાંથી અોરવાડિયાના પાણી છોડવામાં આવતાં ખેડૂતોએ મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર કરી દીધું છે અને અમુક ખેડૂતોનો કપાસ ઉગી પણ ગયો છે.

ચોમાસુ સોળ આની રહેવાના વરતારાથી ધોરાજી, જામકંડોરણા વિસ્તારના ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે, અને ખેડૂતો ખુશખુશાલ બની ગયા છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યારે તો ચોમાસું સાનુકૂળ રહેવાના અણસાર સાંપડી રહ્યા છે અને હવામાન ખાતાના વરતારા મુજબ પણ ચોમાસું સોળ આની રહેવાની સંભાવનાને ધ્યાને લઇ અમુક ખેડૂતોએ વાવેતરની આગોતરી તૈયારીઓ આરંભી દીધી છે.

ચાલુ વર્ષે મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર વધશે. આ વર્ષે ચોમાસુ સારુ રહેશે અને સોળઆની થશે એવા વેધર એનાલીસીસ, હોળીની જાળ જે દિશામાં જાય તેના પરથી પણ એવો વરતારો આવ્યો છે કે વરસાદ સારો પડશે, ઉપરાંત ચાલુ વરસે ખેડુતોને કપાસ, મગફળી અને સોયાબીનના બહુ જ સારા ભાવો મળ્યા છે. આથી તેમનો ઉત્સાહ બેવડાયો છે. બીજી તરફ ભાદર-1 અને ભાદર-2 અને ફોફળ ડેમમાંથી ઓરવાડીયાના પાણી છોડાતા ખેડૂતોએ કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે. અમુક ખેડુતોનો કપાસ ઉગી પણ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...