તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ધોરાજી નગરપાલિકાના માજી પ્રમુખ ઉપર હુમલો કરનાર કર્મચારીને ડીસમીસ કરાયો

ધોરાજી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરના કર્મચારીને ડીસમીસ કરવાના આદેશથી ખળભળાટ

ધોરાજી નગરપાલિકાના માજી પ્રમુખ ઉપર હુમલો કરનાર કર્મચારીને ડીસમીસનો હુકમ ચીફ ઓફિસર દ્વારા કરાયો છે. ધોરાજી નગરપાલિકાના સેનિટેશન વિભાગમાં ખાતર મજૂર તરીકે ફરજ બજાવતા કર્મચારીને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ડીસમીસ કરવાનો હુકમ બજાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા અપાયેલા કચેરી આદેશમાં જણાવાયું હતું કે, સેનિટેશન વિભાગના રવજીભાઈ કાનજીભાઈ તા.20/12/2020ના રોજ પાલિકા કચેરીમાંથી માલ સામાન લીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉપરાંત તત્કાલિન પ્રમુખ ડી. એલ. ભાષા પર હુમલો કરી ગેરવર્તણુક કરવા મામલે 25/5/2021ના જનરલ બોર્ડમાં ઠરાવ કરી કર્મચારીને ફરજ મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો. જે અન્વયે કર્મચારી રવજીભાઈ ચારણકાને ડિસમીસ કરતો હુકમ પાલિકાના ચીફ ઓફિસરે બજાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...