વિરોધ:ધોરાજીમાં સમસ્ત જૈન સમાજમાં TMC સાંસદ મોઇત્રાની ટિપ્પણીથી ઉગ્ર રોષ

ધોરાજી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ માફી માગે તેવી નાયબ કલેક્ટરને આવેદન થકી માગણી

ધોરાજી સમસ્ત જૈન સમાજ- દ્વારા સંસદમાં TMC સાંસદ મોઈત્રાની જૈન સમાજ વિશે અભદ્ર ટીપ્પણી મામલે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે અને તેમાં જણાવાયું છે કે સાંસદે આવી અભદ્ર ટિપ્પણી બદલ જાહેરમાં માફી માગવી જોઇએ.

ધોરાજી સમસ્ત જૈન સમાજના લલિતભાઈ વોરા, અનોપચંદભાઈ વસાણીયા ,અરૂણભાઈ સંઘાણી, જશવંતભાઈ વોરા,ચેતનભાઈ ગાંધી ,નગીનભાઈ વોરા,દિલીપભાઈ પારેખ, હરેશભાઈ શાહ, ધર્મેશભાઈ શાહ, મુકુન્દભાઈ દામાણી,રમેશભાઈ શાહ, હિરેનભાઈ મારડીયા, વિપુલભાઈ મહેતા, ધવલભાઈ સંઘવી, દેવાન્ગભાઈ સંઘાણી, વિરલબેન પારેખ, ભાવીશાબેન મારડીયા સહિત બ્હોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ ના ભાઈઓ - બહેનોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિને સંબોધીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવાયું હતું કે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ લોકસભામાં જે નિવેદન કર્યું છે તે સંસદીય આચારને તોડી નાખનારૂ છે. ગૃહના ફલોર ઉપર આવું બેજવાબદારી ભર્યું નિવેદન આપતા પહેલા તેમણે ભારતિય સંસ્કૃતિ,ખાસ કરીને જૈન ધમૅની ખાણી-પીણીની વિધિઓ વિશે થોડો અભ્યાસ કરવો જોઈએ. આ ટિપ્પણી બદલ સાંસદ મોઈત્રાએ જૈન સમાજની માફી માંગવી જોઇએ તેવી રજૂઆત કરવામાં આવ છે.

અન્ય સમાચારો પણ છે...