રાજકોટ:ધોરાજીમાં હોલસેલ તમાકુની દુકાનો ન ખોલતા નાના વેપારીઓમાં રોષ

ધોરાજી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જથ્થાબંધ તમાકુના વેપારીઓએ દૂકાનો ન ખોલતા નાના વેપારીઓમા રોષ ભભૂકી ઉઠ્યો છે. જથ્થાબંધ પાન મસાલાના વેપારીઓ શા માટે રિટેલ વેપારીઓને માલ આપતા નથી તેવા સવાલો લોકોમા ઉઠી રહ્યા છે. ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહીની માગણી ઉઠવા પામી છે.  ધોરાજીમાં જથ્થાબંધ પાન મસાલાની દુકાનો હજુ અઢી મહિના થયા ખુલી નથી વ્યસનીઓ લાચાર બની રહ્યા છે. તંત્રની આંખ મિચામણાની ફરિયાદો વચ્ચે જથ્થાબંધ વેપારીઓ બંધ બારણે ગોરખ ધંધા ચાલુ કર્યાની લોક ફરિયાદો ઉઠી છે.  રાજ્ય સરકારે ગઈ તારીખ 17 ના રોજ પાન મસાલાની દુકાન ખુલ્લી રાખવાની જાહેરાત કર્યા બાદ ધોરાજીમાં જથ્થાબંધ વેપારીઓ હજુ માલ આપતા નથી ભારે હેરાન પરેશાન થવુ પડે છે તો તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહીની માગણી માગણી કરાઈ છે. ધોરાજીના પાન મસાલા ના જથ્થાબંધ વેપારીઓ 14 દિવસથી પોતાના દુકાન ના દરવાજા ખોલ્યા નથી અને ઘર બેઠા ધંધો કરતા હોવા ની ચર્ચા ટોક ઓફ ટાઉન બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...