નગરસેવકની રજૂઆત:ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ખુલ્લી ગટર અને બુગદા અકસ્માત નોતરશે

ધોરાજી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર પર ઢાંકણા, બુગદા પર જાળી ફિટ કરવા નગરસેવકની રજૂઆત

ચોમાસું આવતાં પહેલાં નગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી કરીને સંભવિત હાલાકીઓને નિવારવા, લોકોને પીડામાંથી ઉગારવા થોડી ઘણી મહેનત કરી લેતી હોય છે પરંતુ અમુક વખતે આવી કામગીરી દેખાડવા પુરતી થતી હોવાના પુરાવાઓ સામેથી જ મળી જતા હોય છે, તેને શોધવા જવાની જરૂર પડતી નથી. ધોરાજીમાં પાલિકાની નબળી કામગીરીનો પુરાવો મળ્યો છે અને બહારપુરામાં ગટરના ઢાંકણા નથી તો બુગદાની જાળી ગેરહાજર છે.

જે સંભવિક અકસ્માત ઝોન બની શકે તેમ હોય, નગરસેવકે પાલિકામાં ચોમાસા પહેલાં બુગદા, ગટર ઢાંકવા માગણી કરી છે. ધોરાજીનાં બહારપુરા વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરો, બુગદા પર જાળી નાખી સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરાઇ છે. વોર્ડ નંબર બે સદસ્ય હનિફમિયા સૈયદે નગરપાલિકાનાં ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે બહારપુરા વિસ્તારમાં બે થી અઢી ફૂટ પહોળી, 1500 ફૂટ લાંબી ગટર આવેલી છે અને ગટરમાં બાળકો-પશુઓ પડતા અકસ્માતો થાય છે.

આ ત્રણ ગટરો ઢાંકવા તેમજ વોર્ડ નંબર બે, ત્રણમાં અમુક વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે મેઈન ગટર સ્ટેટ સમયનાં વિશાળ બુગદામાં ભળે છે જેમા ચોમાસા પહેલા મેઈન ગટર પર ઢાંકણાં લગાવવા અને બુગદા પર જાળી લગાવવી આવશ્યક છે. કામગીરી શરૂ કરાવવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...