કોરોના સંક્રમણ:ધોરાજી પંથકમાં 15 દી’માં 100થી વધુ લોકો સંક્રમિત, શહેરમાં શુક્રવારે 18 કેસ, આરોગ્ય તંત્ર ઘાંઘંુ થયું

ધોરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ થયા

ધોરાજીમાં 15 દિવસમાં કોરોનાના 100 પોઝિટિવ કેસ નોધાયા છે, અને તેમાં શુક્રવારે 18 કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર ઘાંઘુ થયું છે. અધિકારીઓ સતત લોકોને રસી લઇને સુરક્ષિત થવા અપીલ કરી રહ્યા છે તેમ છતાં કેસ ઘટવાને બદલે વધી રહ્યા છે. ધોરાજીમાં છેલ્લા 15 દિવસમાં 100 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અારોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તેમાંયે શુક્રવારે 18 કેસ સામે આવ્યા છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ધોરાજીના બ્લોક હેલથ ઓફિસર ડો. વાછાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાંં 100થી વધુ કેસ સામે આવ્યા છે.

જો કે મોટાભાગના લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે અને મોટાભાગના લોકોએ રસી લઇ લીધી છે. આથી તેમને કોરોનાના હળવા લક્ષણો દેખાયા છે. માત્ર એક ટકા લોકોને જ હોસ્પિટલમાં સારવાર આપવી પડી છે, બાકીના તમામ દર્દી હોમ અાઇસોલેશનમાં છે. ધોરાજી પંથકમાં જે કેસ સામે આવ્યા તેમાંના અનેક ટ્રાવેલ્સ હિસ્ટ્રી મહારાષ્ટ્ર, સુરત સહિતના વિસ્તારોની છે. ડો. વાછાણીએ જણાવ્યું કે લોકોએ કોરોનાને મ્હાત આપવા માસ્ક પહેરવા, રસીકરણ કરાવી લેવું, ગાઇડલાઇન્સનું પાલન જરૂર કરવું જ.

અન્ય સમાચારો પણ છે...