તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રસી માટે જનજાગૃતિ અભિયાન:ભાયાવદરમાં કોરોનાની રસી લેવા અભિયાનની શરૂઆત માટે ડેપ્યુટી કલેક્ટરની મિટિંગ

ભાયાવદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તા. 31 સુધીમાં સિનિયર સિટિઝનને રસી મુકાવી લેવાની અપીલ

ભાયાવદરમાં કોરોનાની રસી માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ડે. કલેકટર ધોરાજી, મામલતદાર ઉપલેટા દ્વારા ભાયાવદર સરદાર પટેલ સાંસ્કુતિ ભવનમાં ખાતે મિટિંગ રાખવામાં આવી હતી અને લોકોને એવી સમજણ આપી હતી કે હાલ આખા દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવીને દેશમાં આ વાયરસના કારણે અર્થવ્યવસ્થાને અસર કરતા હોય જો આ મહામારીને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં જન આરોગ્ય ઉપર ખતરો ઉભો થવાનું જોખમ હોય તેવા સમયે ભારત સરકાર દ્વારા વિશ્વના દેશોમાં જેની નોંધ લેવામાં આવે છે.

તે કોરોનાની રસી હાલ આખા દેશમાં સિનિયર સીટીઝનને આપવાનું કામ આરોગ્ય વિભાગ આપવામાં આવે છે અને રસીનો પ્રથમ ડોઝ 31 માર્ચ સુધીમાં સિનિયર સીટીઝન લોકો વધુમાં વધુ લઈને કોરોનાને માત આપવામાં સહયોગી બને તેવી અપીલ કરવામાં આવી હતી, ડોઝ તાત્કાલિક લઈ લેવા અને તેનું વ્યવસ્થિત આયોજન કરવા માટે નગર પાલિકા સ્ટાફ, ચૂંટાયેલ બોડીના સભ્યો, વેપારીઓ, સંસ્થાના આગેવાનો લોકજાગૃતિ દાખવી લોકોને ગભરાયા વગર અફવાઓમાં આવ્યાં વગર ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો. મિટિંગમાં મિયાણી, મામલતદાર માવદિયા, નયનભાઈ જીવાણી, બાઘાભાઈ ખાંભલા, મામદભાઈ પટ્ટા, નટવરભાઈ મારસોણીયા, ઉમિયા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો