જલમંદિરનું ઉદઘાટન:ભક્તિભાવપૂર્વક ઉજવાયો મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ, વાંકાનેર શહેરમાં ભવ્ય વરઘોડો નીકળ્યો

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીમાં શોભાયાત્રામાં જૈન સમુદાય જોડાયો, ગોંડલમાં 11 સ્થળે ડુંગર જલમંદિર ખુલ્લા મૂકવામાં આવ્યા
  • વાંકાનેરમાં ભગવાન મહાવીરને 5 પોખણાંથી પોખ્યા
  • ગોંડલમાં 11 સ્થાન પર જલમંદિરનું ઉદઘાટન

મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની આજે ગુરુવારે સૌરાષ્ટ્ર અને મોરબી જિલ્લાના ગામેગામ ભક્તિભાવ પૂર્વક, સંયમ અને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વાંકાનેરમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, તો ધોરાજીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ જૈન સમુદાય આસ્થાભેર જોડાયો હતો. જ્યારે ગોંડલ શહેરમાં આ પવિત્ર દિને 11 સ્થળે ડુંગર જલમંદિર ખુલ્લા મૂકવામાં આવ્યા.

શાશ્વત ઓળી કરાવવા વાંકાનેરમાં બીરાજતા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો ભવ્ય વરઘોડો દેરાસરથી નીકળી મુખ્ય બજારમાં ફરી દેરાસર પહોંચતા ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા અને સમૂહ સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી . તપગચ્છ જૈન સંધની ભગવાન મહાવીરની ચાંદીની પાલખી તથા દિગમ્બર જૈનસંધની ભગવાન મહાવીરની શોભાયાત્રામાં જૈન શ્રાવિકા બહેનોએ સ્તવનો ગાઇને વાતાવરણ પવિત્ર બનાવ્યું હતું .

11 તપગચ્છ જૈનસંધના પ્રમુખ પ્રવિણભાઈ દોશી , મંત્રી રાજુભાઈ મહેતા , ટ્રસ્ટી નાથુભાઈ દોશી , ડો . અમિનેષ શેઠ , ભુપતભાઈ મહેતા , દિગંમ્બર સંઘના ટ્રસ્ટીઓ અને ભાઈઓ – બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા . આ સંઘ સ્વામિવાસસ્ય જમણનો લાભ સૌ એ લીધો હતો . આપણે આત્મનિરીક્ષણ કરીશું તો માનવ જીવનની સફર સાર્થક થવા તરફ આગળ વધી શકીશું એમ સાધ્વીજી ભગવંત સૌમ્યપ્રજ્ઞાજીએ શ્રાવકોને જણાવ્યું હતું.

આ અવસરે ગુરુદેવે કહ્યું હતું કે જેને હું મારું માનું છું તે મારું હોય નહીં અને જેને હું મારું નથી માનતો તે આત્મા મારો શાશ્વત હોય એવી મહાવીરની સમજણ જો અંતરમાં જન્મે તો મહાવીર જન્મોત્સવ સાર્થક બની જાય. ગોંડલમાં 11 સ્થાન પર રાહદારી માટે ડુંગર ગુરુ જલમંદિરનું ઉદઘાટન કરી શીતલ જલની વ્યવસ્થા કરી હતી. 6000થી વધુ પરિવારને બુંદીના લાડુની પ્રભાવના કરી હતી.

ધોરાજીમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા
ધોરાજીમાં મહાવીર જયંતિની ઉજવણી કરાઈ હતીં. ધોરાજીના સોની બજાર પાસે આવેલ જૈન દેરાસર ખાતેથી શોભાયાત્રાનો શુભારંભ થયો અને સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા દેરાસર પહોંચી હતી. રૂટ પર અગ્રણીઓ,વેપારીઓ દ્વારા દર્શન અને અભિવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...