ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે વ્યાજખોરી ડામવા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસવડાના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય ભરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા મામલે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે સવારે 10:30 કલાકે ધોરાજી નગરપાલિકાના ઓડિટોરિયમ હોલ ખાતે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ધોરાજી અને તાલુકા વિસ્તારના લોક દરબારનું આયોજન છે.
આ અંગે ધોરાજીના પીઆઈ એ. બી. ગોહીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી કડક હાથે ડામી દેવા પ્રયત્નશીલ છે અને પોલીસ વિભાગ વ્યાજખોરોની ચુંગાલમાં ઝકડાયેલા લોકોની પાસે સામેથી ચાલી તેમની રજૂઆત તેમની ફરિયાદ સાંભળવા કાર્યરત છે. ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકા વિસ્તારમાં પણ જો કોઈ પણ વ્યક્તિને વ્યાજખોરોનો ત્રાસ હોય અને આ મામલે ફરિયાદ કરવા માંગતા હોય એમના માટે ખાસ આ પ્રકારનો લોક દરબાર યોજવામાં આવી રહ્યો .
જેમાં ફરિયાદી પોલીસ વિભાગને જાહેરમાં તેમજ ખાનગીમાં પણ ફરીયાદની રજૂઆત કરી શકે છે. વ્યાજના દુષણમાંથી લોકોને બચાવવા પોલીસે પહેલ કરી હોય કોઇથી પણ ડર્યા વગર પોલીસસમક્ષ રજૂઆત કરવા લોકોને અનુરોધ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.