સહાયની માગ:ધોરાજી-ઉપલેટામાં જમીન ધોવાણ, આંદોલનની ચીમકી

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી-ઉપલેટા તાલુકામાં જમીન ધોવાણ પ્રશ્ને ધારાસભ્ય વસોયા ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી ખેડૂતોના પાકને થયેલા નુક્શાનનું સત્વરે સર્વે કરવાની માંગ કરવાંમા આવેલ છે. ધારાસભ્ય લલિત વસોયા ફરી ખેડૂતોના મુદ્દે ઉપવાસી પલાંઠી વાળવાની જાહેરાત કરી છે. જેના માટે પ્રાંત અધિકારી પાસે મંજૂરી માંગવા પણ પત્ર લખ્યો છે. વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા વરસાદ અતિવૃષ્ટિને લીધે અને ડેમ ઓવર ફ્લો થતા ભાદર, વેણુ અને મોજ નદી કાંઠાના વિસ્તારોમાં ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. અને ઉભો પાક નિષફળ ગયો છે. અંદાજે ત્રણ હજાર વિઘા જમીનમાં ઉભો પાક બળી ગયો અને ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોની નુક્શાનીનું સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે. જો આગામી સોમવાર સુધીમાં સર્વે કામગીરી શરૂ નહીં થાય તો નાયબ કલેક્ટર કચેરી ધોરાજી સામે ખેડૂત વિરોધી નીતિ સામે ઉપવાસ પર બેસવા ફરજ પડશે.પ્રતીક ઉપવાસ માટેની મંજૂરી માંગી હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...