તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ધોરાજીની સિવિલમાં કોવિડ હોસ્પિટલ બંધ કરી દેવાઇ

ધોરાજી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 75 બેડની હોસ્પિટલ ઊભી કરાઇ હતી

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવા માટે 75 બેડની આધુનિક કોવીડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. આ સરકારી હોસ્પિટલમાં ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા સહિતના આજુબાજુ વિસ્તારના 375 થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ હતી. ધોરાજી ખાતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કોરોના હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને આધુનિક સગવડતા જેવી કે જમવાનુ, દુધ, નાસ્તો સહીતની સુવિધાઓ આપવામાં આવેલ હતી. હવે કોરોના દર્દીઓની સંખ્યા ઘટી જતાં રાજય સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ છે.

આ અંગે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયને જણાવ્યું હતું હાલ માં કોવિડ કેસમાં ધટાડો થતાં સરકાર ની સૂચના અન્વયે કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ છે. આ કોવિડ હોસ્પિટલ તારીખ 21/9/20 થી 10/2/21 સુધી શરુ રહી હતી, જેમાં 4 તાલુકા ઉપરાંત અન્ય ગામોના દર્દીઓને સારવાર અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો