ઘરઆંગણે સારવાર:કિડનીના દર્દીઓએ ધક્કા નહીં ખાવા પડે , ધોરાજીમાં આધુનિક ડાયાલિસીસ સેન્ટર શરૂ

ધોરાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલમાં જ 5 ડાયાલિસીસ મશીન, પથારી, એસી, દવા, ઇન્જેક્શન્સની સુવિધા

ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને કિડનીના દર્દીઓને હવે દૂર દૂરના ધક્કા નહીં ખાવા પડે, કેમકે અમદાવાદ જેવા શહેરમાં મળતી ડાયાલિસિસની સુવિધા દર્દીઓને સ્થાનિક સ્તરે જ સિવિલમાં જ મળી રહેશે. અહીં પાંચ ડાયાલિસિસ મશીન, આધુનિક પથારી, એસી, દવાઓ અને ઇન્જેક્શનના પુરતા સ્ટોક સહિતની સુવિધાસભર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરનું લોકાર્પણ સાંસદ રમેશભાઇ ધડૂક, ધારાસભ્ય લલીત વસોયાની ઉપસ્થિતિમાં કરાયું હતું.

રાજય સરકાર દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે એક કરોડના ખર્ચે તાલુકા લેવલનું અતિ આધુનીક ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં 5 મશીન, આધુનિક બેડ, ફુલ ફર્નીચર, એ.સી. દવાઓ અને ઇન્જેકશનો સહિતના સુવિધા છે. આથી દર્દીઓને હવે દૂર દૂરના ધક્કા ખાવા નહીં પડે. આ તકે સાંસદ ધડૂકે જણાવ્યું હતું કે અહીં ધોરાજી સિવિલમાં જ 5 આધુનિક મશીન કાર્યરત કરી દેવાયા છે. આથી દર્દીઓને ઘણી જ સારી સુવિધા ઘરઆંગણે જ મળી રહેશે.

હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયને જણાવ્યું હતું કે આ સેન્ટર ખાતે કિડનીના દર્દીઓને અમદાવાદ ખાતે કાર્યરત ગુજરાત ડાયાલિસિસ આરોગ્ય વિભાગમાંથી દર 15 દિવસે કિડનીના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટર દર્દીઓની કિડની સહીતની તપાસ વિનામુલ્યે કરશે. અહીં દર્દીઓને પણ વિનામૂલ્યે ડાયાલિસિસ કરી આપવામાં આવશે.

આ તકે હરસુખભાઇ ટોપીયા, વી.ડી. પટેલ, હરકીશન માવાણી, વિનુભાઈ માથૂકિયા,વિજયભાઈ બાબરીયા, પરેશભાઈ વાગડીયા, વિઠ્ઠલ હીરપરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માટે સિવિલના ડો. જયેશ વસેટીયન, ડો. રાજબેરા, ડો. અનીષ દેસાઇ, ડો. પાર્થ મેધનાથી, ડો. ગૌરવ હાપલીયા, ડો.પુનીત વાછાણી, ડો.પરમાર, ડો. અંકીતા પરમાર, સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...