તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:જામકંડોરણા યાર્ડની ચૂંટણી, 14મી ઓગસ્ટે ફોર્મ પરત ખેંચાશે

ધોરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાર્ડની સમિતિની વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા જૂથના તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક રજૂ કર્યું છે. જામકંડોરણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વર્તમાન બોડીની મુદ્દત પુર્ણ થતા તાજેતરમા જાહેર થયેલા સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્ર રજુ કરવાના તા.10 ઓગસ્ટના દિવસે જયેશભાઈ રાદડિયાની પેનલના ઉમેદવારો સિવાય અન્ય કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજુ કર્યું ન હતુ.

સંઘ વિભાગના પ્રતિનિધિ જીતુભાઈ કથીરિયા, સ્થાનિક સંસ્થા(ગ્રામપંચાયત) પ્રતિનિધિ વિનોદભાઈ રાદડિયાના ઉમેદવારી નોંધાવી છે. જામકંડોરણા માર્કેટીંગની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની આગામી તા 14મી હોય જેથી ચૂંટણી અધિકારી દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.

ઉમેદવારોના નામની યાદી
ખેડુત વિભાગ

 • સંજય બોદર
 • ચંદુભા ચૌહાણ
 • જસમતભાઈ કોયાણી
 • રસીકભાઈ રાણપરીયા
 • ચંદુભાઈ પોસીયા
 • નટુભા જાડેજા
 • અશોકસિંહ જાડેજા
 • ધીરૂભાઈ સતાસીયા
 • ધનજીભાઈ બાલધા
 • મનસુખભાઈ વરસાણી

વેપારી વિભાગ

 • મોહનભાઈ કથીરિયા
 • ગોપાલભાઈ બાલધા
 • મનસુખભાઈ દોંગા
 • મહેશભાઈ સંપટ
અન્ય સમાચારો પણ છે...