તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામકંડોરણા ખાતે રોજગારી માટે આવેલા શ્રમિકોને તંત્ર વાહકો દ્વારા વતન રવાના કરાયા છે. સરકાર દ્વારા મંજૂરી આપવામા આવતા જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તાલુકાના અલગ અલગ ગામોમાં રહી મજૂરી કામ કરતા મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના વિવિધ જિલ્લાઓના કુલ 151 શ્રમિકોને જામકંડોરણા મામલતદાર પી.એસ. ખરાડી, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા તથા સ્ટાફની હાજરીમા જામકંડોરણા બસ સ્ટેશનથી એસ.ટી.ની બસમાં મેડીકલ ચેકઅપ કરી ભોજન કરાવી ફૂડ પેકેટ આપીને વતન રવાના કરાયા છે.
ગ્રામ પંચાયતના સભ્યોએ 22 બસ દોડાવી રાજકોટ રેલ્વે સ્ટેશન સુધી મજૂરોને પહોંચાડ્યા
જ્યારે કોટડાસાંગાણીના વેરાવળથી ટ્રેન મારફત ઉત્તર પ્રદેશ જતા મજૂરોને રાજકોટ રેલ્વે સ્ટેશન સુધીમા ફ્રિમાં બસની સુવિધા ગ્રામ પંચાયતના સભ્યએ પુરી પાડી હતી. ગુજરાતમાથી પર પ્રાંતીય મજૂરો વતનની વાટ પકડી રહ્યા છે. ત્યારે રાજકોટના સૌથી મોટા ઈન્ડસ્ટ્રીઝ એરીયા વેરાવળ(શાપર)માંથી ઉત્તર પ્રદેશ જવા રાજકોટથી તંત્ર દ્વારા રેલ્વેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વેરાવળથી 1755 મજૂરને રાજકોટના જંકશન સુધી પહોંચાડવા માટે વેરાવળ ગ્રામ પંચાયત સભ્યએ તેમજ અન્ય કંપનીએ ખાસ વ્યવસ્થા ગોઠવી આપી હતી અને ગ્રામ પંચાયતના સભ્યએ 22 બસ દોડાવી રાજકોટ રેલ્વે સ્ટેશન સુધી મજૂરોને પહોંચાડી દીધા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.