ધોરાજી ખાતે નવનિયુક્ત રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે મુલાકાત લીધી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને સાથોસાથ અહીં તમામ કોમ સાથે વસતી હોઇ, આ સ્થિતિ જાળવી રાખવા સુચના આપી તેમજ આગેવાનો અને વેપારીઓને જાહેરાનામા અને પોલીસની સુચનાઓનો અમલ કરવામાં સહકાર આપવા અપીલ કરાઇ હતી.
રાજકોટ જિલ્લાના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ધોરાજી પોલીસ મથકની શુભેચ્છા મુલાકાત લીધી હતી, વિવિધ સમાજના આગેવાનોની બેઠક બોલાવીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની શી પરિસ્થિતિ છે, તેનાથી વાકેફ થયા હતા. એસપી રાઠોડ સાથે નાયબ પોલીસ વડા મહર્ષી રાવલ, પીઆઇ એ.બી ગોહીલ, સર્કલ ઈન્સપેક્ટર જાડેજા સહિતના પોલીસે સ્ટાફે સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં ધોરાજીના અાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહેરની ગતિવિધિથી વાકેફ કર્યા હતા. એસપીએ શહેર ના જુદા જુદા વિસ્તારોની ગતિવિધિ, ક્રાઇમ રેટ સહિતની જાણકારી મેળવી હતી અને વેપારીઓ અને આગેવાનોને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને તેના મંતવ્યો જાણ્યા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.