ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના 38માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ધોરાજીના જુના સ્વામિનારાયણ મંદિર બાલધા ચોરા પાસે આવેલા પ્રસાદીના મંદિર ખાતે ત્રિવિધ મહોત્સવની સાથે કુંભારવાડા વડલી ચોક ખાતે સદગુરુ વંદના મહોત્સવ, સ્વામીના ચરિત્ર કથા સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમા વક્તા તરીકે સંત શાસ્ત્રી સંત સ્વામીની મધુરવાણી દ્વારા સદગુરુ વંદના મહોત્સવ, સ્વામિનારાયણ ચરિત્ર સપ્તાહનું આયોજન કરાયુ છે. બુધવારે જેતપુર રોડ હનુમાનવાડી લાલવડ મંદિર ખાતેથી પોથીયાત્રા તથા જલયાત્રા સંતો મહંતોની હાજરીમાં નીકળી હતી. ઉદ્ઘાટન દિપ પ્રાગટય ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી મોહનપ્રસાદદાસજી સ્વામી ધર્મભક્તિ સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામી ફ્રરેણી સહિતના સંતો મહંતો ઉપસ્થિતીમાં કરાયુ હતુ.
આ ભવ્ય સપ્તાહમાં તા.5/5ને શુક્રવારે નુતન સિંહાસન પૂજનવિધી સવારે 8-30થી 9-30 અને રાત્રે ઘનશ્યામ જન્મોત્સવ તા.6/5 શુક્રવારે સવારે 8થી 11 કલાકે મહિલા સત્સંગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.7/5ને શનીવારે છઠ પાટોત્સવ દિવસે સવારે 6 કલાકે અભિષેક પટ્ટાભિષેક દર્શન અને સત્સંગ સભા બાદમાં સ્વામી માધવપ્રસાદદાસજીનું ભાવ પૂજન અને તા.8/5ને રવિવારે બ્રહ્મભોજન અને 10/5ને સવારે 11 કલાકે પૂર્ણાહુતિ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.