ધોરાજીના સંત દિગંબર લાલુગીરીજી મહારાજના જૂનાગઢ ભવનાથ ખાતે આશ્રમમાં મીનીકુંભના દર્શન થયા હતા. શંભુ પંચ દશનામ આહ્વાન અખાડાના સંતો, મહંતો, મહામંડલેશ્વરના સંતોએ ભવનાથ શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમ ખાતે પધરામણી કરીને મહાશિવરાત્રી મેળા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહ્વાન અખાડાના મહંત દિગંબર લાલુગીરીજી મહારાજને જૂનાગઢ ભવનાથ ખાતે દામોદર કુંડની સામે આવેલા ગુરુકુપા આશ્રમ શાંતેશ્વર મહાદેવ આશ્રમ ખાતે ગાદીપતિ અખાડા દ્વારા જવાબદારી આપતા મહોત્સવ પ્રસંગે ભજન, ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ સમા આયોજન કરાયું હતું.
મહામંડલેશ્વર સભાપતિ થાનાપતિ વિગેરે સંતો, ભવનાથ સાધુ-સંતો સમાજના અગ્રણી મહાદેવગીરી બાપુ, તોરણીયા નકલંક ધામના સંત રાજેન્દ્રદાસ બાપુ, રાજેન્દ્ર પ્રસાદ ભટ્ટ સહિતના સંતો મહંતો આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા અને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશેષ સત્સંગ પુષ્ટિ કરી હતી.દિગંબર લાલુગિરિ મહારાજે જણાવ્યું હતું કે અલગ અલગ સંપ્રદાયના સંતો, મહંતો અહીં આવ્યા એ અમારા આશ્રમનું ગૌરવ છે અને અમને ભવનાથમાં તેમના દિવ્ય દર્શન થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.