રાજકોટ:જામદાદરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડ્યું

ધોરાજી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકના સંપર્કમા આવેલા લોકો ક્વોરન્ટાઇન
  • ગામને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

જામકંડોરણાના જામદાદર ગામે 10 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડ્યું હતું અને બાળકના સંપર્કમાં આવનારા લોકોને ક્વોરન્ટાઇન કરવા તેમજ ગામને સીલ કરવા તજવીજ હાથ ધરાઇ છે. જામદાદર ગામે ઝૂંપડપટ્ટીમા રહેતા 10 વર્ષના બાળકને કોરોના આવતા ના. કલેક્ટર, મામલતદાર, આરોગ્ય વિભાગ, પોલીસની ટીમ જામદાદર ગામે દોડી ગઇ છે. જામકંડોરણાના હેલ્થ ઓફીસર ડો. સમીર દવેએ જણાવ્યું હતું કે સંજય કરસનને ઈજા થતા સારવારમાં ઉપલેટા લઇ જવામાં આવ્યો હતો. જેના શંકાસ્પદ લક્ષણ દેખાતા કોરોના રીપોર્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. આ બાળકના સંપર્કમા આવેલા 18 લોકોને ક્વોરન્ટાઇન કરી ગોંડલ ખાતે ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...