ખેડૂતોમાં ભયનો માહોલ:ધોરાજીના નાની વાવડી ગામમાં બે ખેડૂતને જંગલી સૂવરે બચકાં ભર્યાં

ધોરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાયલ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. - Divya Bhaskar
ઘાયલ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
  • વાડીએ કામ કરતી વખતે સૂવર ત્રાટકતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ધોરાજીના નાની વાવડી ગામે બે ખેડૂતને જંગલી સૂવરે બચકાં ભરી લેતાં બન્નેને લોહીલુહાણ હાલતમાં સારવારમાં હોસ્પિટલે ખસેડાયા છે.ધોરાજીના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ તથા દેવણખીભાઇ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી સુવર ત્રાટક્યા હતા અને તેનો પ્રતિકાર કરવા જતાં સુવરે બચકા ભરી લેતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે નાની વાવડીના ખેડૂતો એ જણાવ્યું હતું કે નાની વાવડી ગામે જંગલી સૂવરનો ત્રાસ વધી રહયો છે.

ખેડૂતો રાત્રીના વાડી જતાં ભય અનુભવી રહ્યા છે. જંગલી સૂવરો અહીંથી પસાર થતા લોકોને અને ખાસ કરીને રાતે પાણી વાળવા આવતા ખેડૂતોને અવારનવાર બચકાં ભરી લેતા હોય છે. અાથી આ હિંસક પશુના ત્રાસમાંથી છોડાવવા અને જંગલી સુવરોને શહેરથી દુર ખદેડી મૂકવામાં આવે તેવી માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...