તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભૂખી ગામે લોકડાઉનની સ્થિતિમાં પણ ત્રણ શખ્સે પરિણીતાનું અપહરણ કરી એક સંપ કરીને અડપલાં કરી જાહેરમાં તેની આબરૂ પર હાથ નાખીને બાદમાં તેનો વીડિયો જાહેર કરી દેવાતાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ત્રણે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ છે.
મહિલાએ ઉપરોક્ત ત્રણે આરોપી સામે આબરૂ પર હાથ નાખવાનો અને વિડિયો જાહેર કરી દેવાની ધમકી આપવાનો તેમજ વીડિયો જાહેર કરી દેવા અંગે ફરિયાદ
ભૂખી ગામે રહી નાસ્તાનું છૂટક વેચાણ કરતી પરિણીતાએ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોતે સાર્વજનિક નળ પરથી પાણી ભરી રહી હતી ત્યારે અહીં જ રહેતા રવિ કોળી, મહેન્દ્ર ઉર્ફે બળદનો દીકરો અને ચિરાગ વાણંદ ધસી આવ્યા હતા અને હાથ પકડીને અપહરણ કરી ગયા હતા અને દરગાહ પાસે લઇ જઇ અડપલાં કર્યા હતા અને એ ક્ષણોનો વિડિયો ઉતારીને જાહેર કરી દેવાની ધમકી આપી હતી. આથી મહિલાએ ઉપરોક્ત ત્રણે આરોપી સામે આબરૂ પર હાથ નાખવાનો અને વિડિયો જાહેર કરી દેવાની ધમકી આપવાનો તેમજ વીડિયો જાહેર કરી દેવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 376 ડી, 354 એ, 354 બી, 365, 292 તેમજ ઇન્ફોર્મેશન એક્ટની કલમ 2008 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઇ વિજય જોશી ચલાવી રહ્યા છે. પીઆઇ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ભૂખી ગામમાં આ મહિલા નાસ્તાનો વેપાર કરી પરિવારને મદદરૂપ થઇ રહી છે. મહિલા આરોપીઓને નાસ્તો લેવા આવતા જતા હોઇ સારી રીતે ઓળખતી હતી. તે જ્યારે પાણી ભરી રહી હતી ત્યારે આ ત્રણેએ આવી, દરગાહ પાછળ ઢસડી જઇ અપહરણ કરી તેની સાથે અડપલાં કરી બાદમાં તેનો વીડિયો જાહેર કરી દેવાની ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.