રજૂઆત:ધોરાજીના ભાદાજાળિયામાં ખેડૂતોની સંપાદિત જમીન પર થઇ પેશકદમી

ધોરાજી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન પરનું દબાણ દૂર કરાવવા નાયબ કલેક્ટરને રજૂઆત
  • ભાદર સિંચાઇ 1 યોજનાની માઇનોર કેનાલ માટે જમીન લેવાઇ હતી

ધોરાજીના ભાદાજાળીયા ગામે ભાદર સિંચાઈ-1 યોજનાની ડીસ્ટ્રી ડી-5 આરની માઈનોર કેનાલની સંપાદિત જમીનની પેશકદમી દૂર કરવા ખેડૂતોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરીને પગલા ભરવાની માંગણી કરી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ અંગે ઘણા સમય પહેલાં જમીનનું_સંપાદન કરવામાં આવ્યું હતું પરંતુ તે જમીન સરકારને કામ લાગે તે પહેલાં પેશકદમી થઇ જવા પામી છે.

ભાદાજાળીયા ગામના ખેડૂતો રજનીકાંતભાઈ વજૂભાઈ વિગેરેએ નાયબ કલેક્ટરને કરેલી રજૂઆતમા જણાવ્યું છે કે ભાદાજાળીયા ગામે ભાદર સિંચાઈ-1 યોજના ની ડીસ્ટ્રી ડી-5 આર ની માઈનોર કેનાલ માથી ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવે છે. આ માઈનોર કેનાલ પરથી ખેડૂતોને જવા આવવા માટેનો રસ્તો આવેલો છે. ભાદાજાળીયા ગામે ભાદર સિંચાઈ-1 યોજનાની ડીસ્ટ્રી ડી-5 આર માઈનોર કેનાલની સંપાદિત જમીન દિપક ભાઈ સહિતના એ પેશકદમી કરીને કેનાલ ની સંપાદિત થયેલ જમીન ખેડી નાખી છે. આ દબાણો દૂર કરવા માટે સિંચાઈ વિભાગને રજૂઆત કરાઈ હોવા છતાં નક્કર કાયવાહી કરાઈ નથી. જેથી અન્ય ખેડૂતો હાલ કેનાલ માથી ધોરીયો ન હોવાથી શિયાળુ પિયત કરી શકે તેવી સ્થિતિમાં નથી. આથી આ સમસ્યાનો તાકીદે હલ થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...