રોષ:ધોરાજીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રોડ પર ઉતરી આવી, ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો

ધોરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર ચોક વિસ્તારમાં તહેવારો પર જ પાણી ન મળતાં મહિલાઓએ સાંકળ રચી

ધોરાજીમાં તહેવારો સમયે જ સરદાર ચોક વિસ્તારમાં પાણી પુરું પાડવામાં પાલિકા નાકામ રહેતાં પાણી મામલે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો અને તંત્રનો કાન આમળ્યો હતો.ધોરાજીના સરદાર ચોક વિસ્તારની મહિલાઓએ દિવાળીના તહેવારો પર જ પીવાના પાણી પ્રશ્ને રોડ ઉપર ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો હતો.

ધોરાજીમાં રોડ, રસ્તા અને પાણીના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લોકો લડી રહ્યા છે. પરંતુ પ્રજાના રોડ રસ્તા અને પાણીના પ્રશ્નને મહત્વ આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહી હોઇ, લોકો પરેશાન થઈ રહ્યા છે. આથી દિવાળીના પર્વ નિમિત્તે મહિલાઓએ પીવાના પાણીનો પશ્ર હલ કરવા મામલે સરદાર ચોક જેતપુર રોડ ખાતે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને ચકકાજામ કરીને રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજીના સરદાર ચોક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણમાં છેલ્લા થોડા સમયથી ધાંધીયા થઇ રહ્યા છે. આ અંગે તંત્રનું અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેનો ઉકેલ લવાયો ન હતો. આ મામલે ધોરાજી પીઆઈ એ. બી. ગોહિલને જાણ થતાં કાફલો તાબડતોબ દોડી આવ્યો હતો અને બંદોબસ્ત જાળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...