તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધોરાજીમાં નગરપાલિકાએ ભાડાં વધારાની આપેલી નોટિસ સામે વેપારીઓ આગબબૂલા

ધોરાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં તોતિંગ ભાડાં વધારો કરી દેવાતાં પ્રાદેશિક નગરપાલિકા નિયામકને રજૂઆત

ધોરાજી પાલિકા દ્વારા 292 વેપારીને કોરોના કાળના સમયે તોતીગ ભાડાં વધારો કરી નોટિસો ફટકારતાં વેપારીઓએ પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરીએ પહોંચીને ભાડાં વધારો પરત ખેંચવા માગણી કરી છે. પાલિકાએ 292 વેપારીઓને નોટિસ આપતાં વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. ભાડાં વધારો પરત ખેંચવા મામલે વેપારી અગ્રણી, માજી નગરપતિ હરકીશન માવાણી, દિલીપ હોતવાણી, નીખીલભાઇ વઘાસીયા, સુરેશભાઇ લીમ્બડ, બાલાભાઇ સોલંકી, ધીરૂભાઇ ગોહિલ એ રાજકોટ પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજૂઆતો કરી છે.

વેપારીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે 1980માં થયેલા કોમી તોફાનોમાં નગરપાલિકા વિસ્તારોમાં નદી બજાર, દાણાપીઠ બજાર અને તાલુકા શાળા નં. 1 પાસેની વેપારીઓની કેબીનો અને કેબીનની અંદર માલ સામાન સળગી જતા વેપારીઓને પુન: સ્થાપના માટે જે તે સમયે સરકાર અને નગરપાલિકા દ્વારા જમીન ફાળવણી કરાતા વેપારી ઓ એ સ્વખર્ચે બાંધકામ કરાયું હતું. હવે પાલિકાએ તોતિંગ ભાડા વધારો કરીને નોટિસ ફટકારી છે.

હકિકતે સરકાર દ્વારા અમોને ટોકન ભાડે ફૂટપાથ ઉપર જમીન અપાઈ હતી. આ ભાડા વધારા સામે નગર પાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરી છતાં પગલાં લેવામાં ન આવતાં પ્રાદેશિક નિયામક સમક્ષ ધા નાખી છે. વેપારીઓ માજી નગરપતિ હરકીશન માવાણી, દિલીપ હોતવાણી, નીખીલભાઇ વઘાસીયા, સુરેશભાઇ લીમ્બડ, બાલાભાઇ સોલંકી, ધીરૂભાઇ ગોહીલ સહિતના પ્રતિનિધિ મંડળે મંત્રી રાદડીયાને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...