તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ધોરાજીમાં વૃદ્ધાએ આયુષ્યની સદી ફટકારતાં જીવતાં જગતિયું કરાયું

ધોરાજી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોટી ઉત્સવ, ધૂન ભજનની રમઝટ સાથે માડીની વધુ આવરદાની પ્રાર્થના

અગાઉના સમયમાં એવો રિવાજ હતો કે કોઇ પણ વયોવૃધ્ધ 100 વર્ષની આસપાસ પહોંચે એટલે પરિવારજનો તેમની હયાતીના અવસરને ઉજવવા ખાસ ધાર્મિક કાર્યક્રમ યોજતા અને તેમની હયાતીમાં જ જ્ઞાતિજનો સાથે મળીને જમે, ભજન કિર્તન કરી ધાર્મિક મેળાવડો યોજી એ બહાને સાથે રહેવાનો અવસર શોધી લેતાં. આજના યુગમાં પણ એ પરંપરા ક્યાંકને ક્યાંક જોવા મળી રહી છે. મોટા ભાગે સમયના અભાવે આ પરંપરા થોડી લુપ્ત થઇ રહી છે પરંતુ ગામડાંઓમાં હજુ પણ વડીલો પોતાના જીવતા જીવ પરિવારનો આંબો જોઇને જવાની ઇચ્છા રાખે અને તેમના પરિવારજનો તેમની ઇચ્છા પૂરી કરે છે.

રાજીમાં રહેતા વૃધ્ધાની ઉંમર 100 વર્ષની થતાં જીવતાં જગતીયું કરવાનો પરિવારજનોએ નક્કી કર્યું હતું અને એ નિમિત્તે લોટી ઉત્સવ, રાસ, ધૂન-ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં પરિવારજનો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જોડાયા હતા.ધોરાજી ના જેતપુર રોડ પર સંયુકત પરીવાર સાથે રહેતાં સંતોકબેન વૈષણવની 100 વર્ષની વયોવૃધ્ધ ઉંમર થતાં પરીવાર જનો દ્વારા સંતોકબેનની ઇચ્છા અનુસાર જીવતા જગતિયુ કરાયું હતું.આ અવસરે ભવ્ય લોટી ઉત્સવ ,રાસ, ધુન ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ અંગે વયોવૃદ્ધ સંતોક બેનના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે અમારા માડીની જ ઇચ્છા હતી કે તેમની હયાતીમાં આ રીતે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે અને એ રીતે તેઓ પરિવારને એકસાથે જોઇ શકે. વયોવૃધ્ધ માતાએ પરિવારજનોને આશીર્વાદ આપ્યા હતા. સંતોકબેનના જીવતા જગતીયા નિમિતે દરેક સગાંઓને પોતાની વાડીએ વૃક્ષારોપણ કરવા પણ અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો