આવેદન:ધોરાજીમાં પાલિકાએ દુકાનોના ભાડા વસૂલાતની નોટિસ અપાતાં વિરોધ

ધોરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી મંડળે યોગ્ય કરવા મામલતદારને આવેદન આપ્યું

ધોરાજી નગરપાલિકાના દ્વારા અનુ.જાતિના દૂકાન ભાડૂતોને કમરતોડ ભાડા વધારો કરી ભાડૂ વસૂલાત કરવાની નોટીસો અપાતાં રોષ છવાયો છે અને અનુ. જાતિ વેપારી મંડળ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ધોરાજી અનુ. જાતિ વેપારી મંડળના પ્રમુખ મગનભાઈ વાઠેર સહિતનાએ નાયબ કલેક્ટર જી.વી મીયાણીને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં જણાવ્યું છે કે ધોરાજી નગરપાલિકાના તંત્ર વાહકો દ્વારામોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો અપાઈ છે. હકીકતે સરકાર દ્વારા અમોને ટોકન ભાડે ફૂટપાથ ઉપર જમીન અપાઈ હતી.

આ જમીન ઉપર સ્વખર્ચે જાત મહેનત કરીને દૂકાનોનું બાંધકામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. નગરપાલિકાને અવાર નવાર ભાડૂ ભરવા તથા ભાડા કરાર રીન્યુ કરવાં ધક્કા ખાવા છતાં તંત્ર વાહકો દ્વારા કોઈ કાયવાહી કરાઈ ન હતી. હવે વેપારીઓને સાંભળ્યા વગર એકતરફી અન્યાયી કાર્યવાહી થઇ રહી હોવાથી ભાડાં વધારો ઓછો કરવાની રજૂઆત કરાઈ છે. ત્યારે તંત્ર વાહકો દ્વારા વેપારીઓ ને ન્યાય મળે તેવી નક્કર કાયવાહીની લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...