ધંધા રોજગાર બંધ:ધોરાજીમાં ઇસ્લામના અપમાન મામલે લઘુમતી સમાજ લાલઘૂમ, સજ્જડ બંધ

ધોરાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાદાત જમાત, સમસ્ત મુસ્લિમ જમાતે આપેલા એલાનથી ધંધા રોજગાર બંધ
  • પયગંબર વિરુધ્ધ વાણી વિલાસ કરનારા વસીમ રિઝવી સામે કાર્યવાહીની માંગ

ધોરાજીમાં ઇસ્લામ ધર્મના અપમાન અને પયગંબર વિરુધ્ધ વસીમ રીઝવીએ કરેલા વાણી વિલાસના વિરોધમાં સાદાત જમાત અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતે બંધનું એલાન આપ્યું હતું અને લઘુમતિ સમાજે મંગળવારે ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. સાદાત જમાત અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના મુસ્લીમ સમાજના વેપારીઓને બંધ પાળવાની અપીલના પગલે ધોરાજી શહેર મુસ્લિમ સમાજના નાના મોટા વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યો હતો.

આ અંગે માજી ઉપ પ્રમુખ મકબુલભાઈ ગરાણા તથા આરીફભાઈ ભેસાણીયાએ જણાવ્યું હતું કે વસીમ રીજવીએ તેના ઈન્ટરવ્યુમાં પયગંબરના જીવન ચરિત્ર બાબતે અપમાનજનક શબ્દો ઉચારી પયગંબરની શાન ગુસ્તાખી કરી ઈસ્લામ ધર્મનુ અપમાન કર્યું છે આથી વસીમ રીજવી સામે ફરિયાદ દાખલ કરી પગલા ભરવા માંગ કરી છે.

સાદાત જમાતના પ્રમુખ સૈયદ બાવાબાપુ, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, માજી ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા, મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકકડકુટા, આરીફભાઈ ભેસાણીયા, હાજી અનવરશાહ રફાઈ, હાજી બાસીતભાઈ પાનવાલા હાજી રજાકભાઈ ઘોડી બસીરબાપુ, ઈકબાલબાપુ સૈયદ, બોદુભાઈ ચૌહાણ, હમીદભાઈ ગોડીલ સહિતનાએ બંધને સફળ બનાવવા બદલ અાભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...