તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક ફરિયાદ:ધોરાજીમાં સિંચાઇ તંત્રએ કેનાલ સાફ કર્યા વિના જ પાણી છોડી દીધું

ધોરાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાદર ઇરિગેશન વિભાગે ખેડૂતોની મદદ તો કરી, પરંતુ અધકચરી!

ધોરાજી માં ભાદર ઇરિગેશન દ્રારા કેનાલ સફાઈ કર્યા વિના પાણી છોડી દેવાયાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. ભાદર ઇરિગેશન વિભાગ દ્વારા ધોરાજીના ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, પણ કેનાલ સાફ કર્યા વિના પાણી છોડી દેવાયું હોવાથી લોકોને પુરતો જથ્થો મળ્યો ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભાદર ઇરિગેશન વિભાગ દ્વારા કેનાલ સાફ કર્યા વિના પાણી છોડવામાં આવતા મોટા પ્રમાણમાં પાણી સાથે કચરો પણ જોવા મળ્યો છે. પાણી સાથે કચરો આવતા માઈનોર કેનાલમાં કચરો ફસાઈ જવાની સાથે પાણી પૂરા વેગ સાથે પ્રવાહિત થતું નથી. અને માઇનોર કેનાલમાંથી પાણી છલકી જવાનાં બનાવ તેમજ માઈનોર કેનાલ તૂટવાનો ભય પણ રહેતો હોય છે.ત્યારે તંત્ર વાહકો દ્વારા કેનાલ સફાઈ કામગીરી અંગે ખેડૂતો મા કચવાટ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...