તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધોરાજીના શિક્ષક દંપતીએ પોતાના પુત્રના જન્મદિવસને યાદગાર અને અનમોલ બનાવી દીધો હતો અને પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા ઉપજે અને ભારતીય સંસ્કૃતિ નો આ વારસો જળવાઇ રહે તેવા સારા વિચાર સાથે ગીર ગાયની વાછરડી ભેટ દાદાના હસ્તે અપાવીને જન્મદિન ની અનેરી ઉજવણી કરીને સમાજને નવો રાહ બતાવ્યો છે.
આ અંગે ખેડૂત રાજશી ભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મારા પૌત્રને ગાયોનો બહુ શોખ હતો . આમ તો અને હાલ મા ઢોર રાખતા ના હતા પણ છેલ્લા થોડા સમયથી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છીએ ત્યારે બાળકોને શુદ્ધ ખાવાનું મળી રહે, અને બાળકોમા પશુ,પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા ઉપજે એ શુભ હેતુથી મારા પૌત્ર પંથને જન્મ દિન નિમિત્તે એક ગીર ગાય ભેટ આપીને નવી પહેલ કરી છે.
આ અંગે ધોરાજી તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશ ભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આવનારી પેઢીને ગાયોનું મૂલ્ય સમજાવવા અમે ગીર ગાયની અનોખી ભેટ આપી છે. આમ તો બાળકો ના જન્મ દિવસે રમકડાં કપડાં અને કેક કાપી ને ઉજવાતો હોય ત્યારે અમારો પરિવાર હંમેશા નોખો ચીલો ચાતરવાં માટે જાણીતો છે. અમારા પરિવાર દ્વારા દીકરાના જન્મ દિવસ નિમિત્તે કુપોષિત બાળકોને દત્તક લેવા ,વૃધ્ધોને જમાડવા અને સન્માન કરવું, બટુક ભોજન, વૃક્ષારોપણ સહિત વિવિધ સેવા કાર્યો કરીને જન્મ દિવસની ઉજવણી કરાય છે. આ વખતે અમે કંઇક નવું વિચાર્યું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.