ધોરાજીમાં નાસ્તો વેચીને ગુજરાન ચલાવતા રેંકડી ધારકે મુઠ્ઠી ઉંચેરી માનવતાના દર્શન કરાવ્યા હતા અને સોનાના દાગીના, રોકડ રકમ સાથેનું પાકીટ મળી આવતાં મૂળ માલીકને શોધીને પરત આપીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. ધોરાજીના જેતપુર રોડ પર લારી રાખીને નાસ્તાનો ધંધો ચલાવતા દિપકભાઈ પ્રજાપતિને ત્યાં જામકંડોરણાનો પરિવાર નાસ્તો કરવા આવ્યો હતો.
જામકંડોરણાના પરિવારના સભ્યો 3 સોનાની વીંટી, સોનાનો 1 સેટ અને મોબાઈલ સાથેનું પાકીટ ભૂલીને ચાલ્યા ગયા હતા. આ પરિવારને બાદમાં આખી હકિકતની જાણ થઇ હતી અને પરિવાર ભારે ચિંતામાં મૂકાઇ ગયો હતો. જામકંડોરણા પહોંચીને બધી બીનાનો ખ્યાલ આવ્યો અને હવે કોને પૂછવું એ દ્વિધામાં હતો ત્યારે ધોરાજીમાં નાસ્તાનો ધંધો ચલાવતા દિપકભાઈ પ્રજાપતિના હાથમાં આ પાકીટ આવી ગયું હોઇ, તેમણે પાકીટના મૂળ માલિક મોહીતભાઈ મકવાણાને શોધી, ખાતરી કરી ને 3 વીંટી સોનાની 1 સોનાનો સેટ અને મોબાઈલ અને જરુરી કાગળો મુળ માલિક મોહીતભાઈ મકવાણાને સોંપી દીધા હતા. નાના લારી ચલાવીને ગુજરાન ચલાવતા આ યુવાનની આ ઇમાનદારીનું જામકંડોરણાના પરિવારજનોએ સન્માન કરીને પ્રમાણીકતાને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.