તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક સખળ ડખળ:ધોરાજીમાં પાલિકાએ લાઇટ અને સફાઇ વેરો લાદતાં શાસક પક્ષના સભ્યનો વિરોધ

ધોરાજી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં.7ના નગરસેવકે જ ચીફઓફિસરને કરી રજૂઆત

ધોરાજીમાં નગરપાલિકાએ કોરોના મહામારીના સમયે લાઈટ તેમજ સફાઈ વેરા લાદતાં તેની સામે સત્તાધારી કોંગેસ પક્ષના જ સુધરાઈ સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો છે.ધોરાજી પાલિકા દ્વારા સફાઈ વેરો અને વિજળી વેરો, આ બંને કર નગરજનો પર લાદતાં ખુદ કોંગ્રેસના શાસક પક્ષના નગરસેવકે આ બંને વેરા સામે વાંધો દર્શાવ્યો છે. વોર્ડ નંબર 7ના સભ્ય દિલીપભાઈ જાગાણીએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમા જણાવ્યું છે કે પાલિકા દ્વારા તાજેતરમાં વિજળી વેરો અને સફાઈ વેરો, આ બંને વેરા નાગરિકો પર વસૂલાત માટે લાદી દેવાયા છે ત્યારે આ નિર્ણય હાલ યોગ્ય નથી.

શહેરમાં સ્ટ્રીટલાઇટની સ્થિતિ સારી નથી અનેક રસ્તા પર લાઈટ નથી તેમજ સફાઈ પણ બરાબર થતી નથી. સફાઈ અને સ્ટ્રીટ લાઈટોની સેવા નાગરિકો સુધી પૂરતી પહોંચતી નથી તો આ બંને કર હાલ વસૂલવા જોઈએ નહીં જ્યારે ધોરાજીના નાગરિકોને પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટ અને સફાઈ, આ બંને સુવિધાઓ યોગ્ય રીતે મળવાપાત્ર થાય ત્યારબાદ આ બંને વેરા વસૂલાત કરવી જોઈએ તેવી રજૂઆત કરાઈ છે. ધોરાજી પાલિકા દ્વારા વિજળી વેરો અને સફાઈ વેરો આ બંને વેરા સામે ખુદ શાસક પક્ષના નગરસેવકના વિરોધથી પાલિકામાં રાજકીય માહોલ ગરમ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...